ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)
ઉત્તરાયણ નું નામ આવતા જ ગુજરાત યાદ આવે એમાં પણ અમદાવાદ ,ઉત્તરાયણ એ પતંગ દોરી તેમજ હર્ષઉલાસ નો તહેવાર છે. જેને આપણે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખીયે છીએ કેમ કે આ દિવસ થી સુરજ પૂર્વ દિશા ના મકર માં પ્રવેશ કરે છે. જુદા જુદા દેશ માં જુદા જુદા દિવસે ઉજ્જવવા માં આવતો આ દિવસ એ ગુજરાત ની ખાસ એક ઓળખ છે. ૧૪ જાન્યુઆરી ના રોજ ભારતભર માં આ તહેવાર ઉજ્જવવા માં આવે છે. આ તહેવાર ની સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. લોકો પતંગ અને દોરો ખરીદે છે ને ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવા નો આનંદ માણે છે લોકો એક બીજા ના પતંગ જોડે પેચ લડાવે છે ને જે પતંગ કાપે એ લપેટ લપેટ ની બૂમો પડી ને આનંદ વ્યક્ત કરે છે આજ નો આખો દિવસ લોકો પતંગ ચગાવે , બાજુ માં ગીતો વાગતા હોય ને એ શેરડી જામફળ તલ ની ચીકી ને લાડુ તેમજ મમરા ના લાડુ ની મજા માનતા હોય છે. આ દિવસે દાન કરવાનું પણ અનેરું મહત્વ હોય છે લોકો ગાય ને ઘાસ ચારો ખવડાવે છે ને ગરીબો માં પણ દાન કરતા હોય છે ,પણ આવે પેલા જેવી મજા નથી રઈ હાલ ની પેઢી માં પતંગ ચગાવવા તેમજ તહેવાર નો આનંદ માણવા નું ભૂલી ગયા છે કોઈ જાત નો ઉત્સાહ જોવા મળતો નથી લોકો બસ ફોન પૂરતા...