કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)
અમદાવાદ માં ગુજરાત નો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય આવેલું છે જે કાંકરિયા વિસ્તાર માં સ્થિતઃ છે. પહેલા કાંકરિયા તળાવ ને પ્રાણીસંગ્રહાલય અલગ હતા, પરંતુ હાલ એક વિશાળ કાંકરિયા પરિસર બનાવી દેવામાં આવ્યો છે, જેમાં કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક નામ નું પ્રાણીસંગ્રહાલય આવેલું છે. તેમાં અલગ અલગ પ્રકાર ના પંખીઓ, પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ ને રાખવા માં આવ્યા છે. હાથી, સિંહ, મગર, દીપડો, સાબર, હરણ, વાઘ, ભાલુ, હિપ્પોપોટેમસ, નીલગાય, કાળીયાર, જળબિલાડી, વાંદરા, શિયાળ, ફ્લેમિંગો, બતક, શાહમૃગ, પોપટ, ચકલી, મોર, કબૂતર, ચામાચીડિયા, ઘુવડ, ગીધ ને બીજા ઘણા બધા દેશી તેમજ વિદેશી પ્રાણીઓ અને પક્ષી ઓ જોવા મળશે. બીજું ખાસ તો ત્યાં સાપ ઘર છે જે જોવા લાયક છે. અલગ અલગ પ્રજાતિ ના સાપ, અજગર, કાચબા અને માછલીઓ પણ છે. અમદાવાદ આવો તો આની મુલાકાત અચૂક લેવાજેવી છે. સોમવારે આ પાર્ક બંધ રહે છે જેની નોંધ લેવી. નીચે અમુક છબીઓ રજુ કરું છુ, આશા છે પસંદ આવશે.
Comments
Post a Comment