અમદાવાદ નો ઇતિહાસ
અમદાવાદ ની વાત કરીએ તો એનો ઇતિહાસ આમ તો બઉ જૂનો છે આપણે બધા એજ જાણીયે છીએ કે અહમદશાહ નામ ના બાદશાહે એ અમદાવાદ નગર વસાવ્યું આના થી પુરાણો ઇતિહાસ ની વાત કરીએ તો અમદાવાદ નગર બન્યું ત્યાં કર્ણાવતીનગર હતું આ કર્ણાવતી નગર ની પહેલા આશાપલ્લી નામ ના ભીલ રાજા એ આશાવલ નગર વસાવ્યું આજે પણ આસ્ટોડિયા પાસે જાઓ તો આશાભીલ નો ટેકરો જોવા મળે છે એના નગર પાર સોલંકી રાજા કર્ણદેવ એ હુમલો કરી આશાભીલ ને હરાવી ત્યાં કર્ણાવતીનગર વસાવ્યું અને આ કર્ણાવતી નગર પર અહમદશાહ એ અહમદાબાદ જે આજે અમદાવાદ તરીકે ઓળખાય છે.